આક્રોશ
- Dr.Vijay Manu Patel
- Oct 20, 2020
- 1 min read
Updated: Oct 21, 2020
મિત્રો,
છેલ્લાં થોડા મહિનાઓમાં આપણી આસપાસ કે બન્યું-અનુભવ્યું તેમાંથી જે વિચાર વમળો સર્જાયા તેને અછાંદાસ કાવ્ય સ્વરૂપે અહીં મૂક્યા છે. એમાં ભલે થોડી નકારાત્મકતા લાગશે, પણ સચ્ચાઈનો રણકાર પણ છે જ. આપ તટસ્થતાપૂર્વક વાંચો ને વિચારો!
ચાવવાના જુદા ને દેખાડવાના જુદા,
કહો એ તો નિર્દંભ ‘હાથી’ સત્ય!
પણ બોલવાનું જુદું ને કરવાનું જુદું,
ભઈ એ તો દંભનું ‘માણહ’ સત્ય!
છાશવારે દેશભક્તિનો ઝંડો પકડે,
પ્રસિદ્ધિ માટે વિદેશની ધરતી ખૂંદે!
દિવસે ભૂખ્યાજનોના ભંડારા યોજે,
રાત્રે એ બેફામ રંગરેલીયા સર્જે !

ભાઈચારા ને પ્રેમની ફિલ્મો બનાવે,
ને આતંકી કે ભાઈલોગને ફંડિંગ કરે!
રૂપિયા ડોલરની ચિનગારી ચાંપે,
પછી સંબંધો-સહકારમાં વિસ્ફોટો કરે!
કોલી, બોલી નામે ઉગાડે જંગલો(વૂડ)
સર્જે એમ અભદ્ર મૂલ્યોના મદિરાલયો!
દંભ, અન્યાય અને દ્વેષના હે પ્રતીકો!
શોષિતોની આગમાં થશો તમે રાખ!
· ડૉ. વિજય મનુ પટેલ
Comentarios