top of page
Writer's pictureDr.Vijay Manu Patel

આંખો હી આંખો મેં...!


પત્ની: આ તો ખરો નીકળ્યો.

પતિ: કોણ?

પત્ની: આ કોરોના.

પતિ: હં...

પત્ની: જવાનું નામ જ લેતો નથી!

પતિ: ગમી ગયું છે અહીં.

પત્ની: હેં? શું બોલો છો?

પતિ: એટલે જ તો જતો નથી!

પત્ની: કઇં શુભ શુભ વિચારો.

પતિ: હું તો કહું એ કાયમ રહેવો જોઈએ.

પત્ની: અરે ત...તમે અવળું કાં વિચારો છો?

પતિ: સવળું છે ભાગ્યવાન!

પત્ની: અચ્છા...કેમ?

પતિ: આ બધા મોઢું ઢાંકતા થઈ ગ્યા!

પત્ની: તે સારું કહેવાય?

પતિ: હાસ્તો. બસ આંખો હી આંખો મે ઇશારા હો ગયા!

પત્ની: હવે રોમેન્ટીક ન થાવ.

પતિ: કોરોનામાં આ જ ઉત્તમ છે!!

પત્ની: હવે સખણા રો.

પતિ: તમે જ વિચારો...આ ઘરમાં પુરાઈને બધા સુકાઈ ગયા છે.

પત્ની: હં તેનું શું?

પતિ: તેમાં મારી વાત સૂર્યપ્રકાશ જેવી તાજગીદાયક નથી, બોલો?

પત્ની: કઈ? આંખો હી આંખોમેં વાળી?

પતિ: અ...એટલે આંખોથી નહીં તો..

પત્ની: તો? હજી શું છે?

પતિ: તમે સાંભળો તો ખરા.

પત્ની: બોલો.

પતિ: બહાર જવાય નહીં એટલે આપણે બેય કેટલા નજીક રહ્યા, નહીં?!

પત્ની: ખાક રહ્યાં? ઘરનું એકેય કામ શીખ્યા?!

પતિ: ધત્ત તે રે કી!

પત્ની: હાં તો બરાબર જ છે ને...આ બાજુવાળા જયંતીભાઈ તો રસોઈ શીખી ગ્યાં!

પતિ: ઑ..હો..એવું છે. નજીક રહ્યા એટલે જ ને?

પત્ની: તે તમને નહીં સૂઝયું?

પતિ: સૂઝયું ને.

પત્ની: શું?

પતિ: આ માસ્ક પે’રીને બહાર જોતાં રહેવાનું!

પત્ની: જુઓ પાછા!

પતિ: અરે તમે બધુ ઊલટું જ વિચારો છો.

પત્ની: તમે જ ! તમે જ બોલ્યા ને કે કોરોના રહેવો જ જોઈએ. બોલો બોલો?

પતિ: કોરોના રહેવો જ જોઈએ! બસ?

પત્ની: સ..સત્યાનાશ!

પતિ: તમારે તો કોરોના નાશ એમ બોલવાનું હતું...ચૂકી ગયા ને?!

પત્ની: રહેવા દો ને હવે જીભા જોડી.

પતિ: આ બધુ કોરોનાને લીધે જ થાય છે,નહીં?

પત્ની: હં...હવે સમજ્યા!

પતિ: તો શું કરવાનું?

પત્ની: એક હવન કરાવી નાંખીએ!

પતિ: ક્યાં?

પત્ની: ઘરમાં જ હોય ને.

પતિ: એટલે કોરોના ગાયબ, એમ?

પત્ની: લગભગ!

પતિ: આયુર્વેદના ચાહક છો એટલે...

પત્ની: તો બીજો છે કોઈ ઉપાય?

પતિ: છે ને..

પત્ની: શું?!

પતિ: આ માસ્ક. આપણે બેઉએ ઘરમાં પણ માસ્ક જ પે’રી રાખવાનું.

પત્ની: પછી?

પતિ: તમેય ખરા છો યાર...આંખો હી આંખો મેં ઇશારા....હા...હા....!

પત્ની: Ohoo....How smart you are..!



92 views0 comments

Комментарии


bottom of page