મિત્રો,
આપણામાંના ઘણાને પ્રવાસ કરવો ગમે, પણ અવરજવરની હાડમારી ભોગવવી ગમતી નથી! અમે પણ એમાં સમાવિષ્ટ ખરા! છતાં આ વખતે હિંમત એકઠી કરી જ નાખી. શરૂઆતના ચાર દિવસ સ્વજનના સ્નેહ સાથે દહેરાદૂનમા 'ઘર' જેવું અનુભવાયું. અહીં સુરતના ચૌટા બજાર જેવા જ ‘પલટન’ બજારમાં રખડપટ્ટી તથા ગુચ્ચુપાની(Robber's Cave)ની સંકળાશમાં ઘણા વર્ષ પછી ફરી ટ્રેકિંગનો નવતર અનુભવ મળ્યો!
પ્રાકૃતિક અને આધ્યાત્મિક અનુભવનો સ્પર્શ ઉત્તરાખંડની યાત્રા દરમિયાન મળે. પહાડોની દુનિયા કેટલાકને ડરાવે અને કેટલાકને રોમાંચિત કરે! દહેરાદૂન, ઉત્તરાખંડનુ પાટનગર એટલે વિકાસની શકયતાઓ અનુભવાય, પણ ત્યાંથી ઊંચાઈ વધે એટલે તકલીફો વધે! ઠંડી, ઢાળ અને ઓછી સગવડો સ્થાનિક જનજીવનને પ્રભાવિત કરે જ એટલે જ્યાં પણ થોડી સારી સગવડો મળે ત્યાં માણસોના જૂથો દેખાય. મસૂરી, ધનૌટી, ચમ્બા વગેરે આવા સ્થળો ગણી શકાય.
હવે વાત લોકપ્રિય ધાર્મિક સ્થળો વિશે. ઋષિકેશ અને હરિદ્વારનું મુખ્ય આકર્ષણ નિર્મળ વહેતી 'ગંગા' છે. ભારતની ધરતીમાં નદીઓ અને 'વિવિધ ધમૉ' ને સંસ્કૃતિનું મહત્વનું અંગ માનવામાં આવ્યું છે, પણ તેના ધાર્મિક સ્થળો ઘણેઅંશે પાખંડ અને ગંદકી પ્રચુર જણાયા છે! જો કે ઋષિકેશમાં સરસ્વતીની આરાધના વધુ દેખાય. જુદા જુદા આશ્રમ કે ભવનોમાં યોગ, સંગીત, વેદાંત અને આયુર્વેદના અભ્યાસક્રમો ચાલતા રહે છે જેમાં વિદેશીઓની મોટી સંખ્યા જોવા મળે, હરિદ્વારમાં આ લોકો જૂજ(નહિવત) જોવા મળે!
રખડતી ગાયો, લાચાર સાધુઓ અને સંઘર્ષરત બાળકોએ પોતાના જીવનને જાણે 'ધર્મ'ને સહારે છોડી દીધું છે. ઋષિકેશ અને હરિદ્વારમાં આ બધુ અનુભવાયું. આની સાબિતી માટે કોઈ ફોટાઓ મૂકવાનું મને યોગ્ય લાગ્યું નથી, કેમ કે એવો અનુભવ લગભગ દરેકને હશે જ. આ માટે નબળું પ્રશાસન અને અણઘડ-અશિક્ષિત પ્રજા બંને સરખા જવાબદાર છે. સંસ્કૃતિ અને ધર્મ વિશે નાનપણથી જ સાચું શિક્ષણ ન મળે ત્યારે અજ્ઞાન કે અધુરું જ્ઞાન ધર્માંધતાને પોષક બની જાય છે એવું મારું માનવું છે. આ પ્રવાસમાં એવા નોંધારા લોકોને જોયા છે જેઓ ધર્મસ્થાનને આધારે જીવી રહ્યા હતા.
પાયાની જરૂરીયાતો જ ન મેળવી શકે તેવા આ લોકો ધર્મસ્થાનોને આશરે ચઢી જતાં હોય છે! આવા સ્થાનોએ અમીર લોકોનો પ્રવાસ ગરીબોને રોજગારી આપે, પણ સાથે સન્માન અપાવે તો એ પ્રવાસ 'માનવીય' બને. આમ, પ્રવાસનો અનુભવ વ્યક્તિને પોતાનો અભિગમ (હકારાત્મક કે નકારાત્મક!) બદલવામાં સહાયક નીવડી શકે ખરો.
દહેરાદૂન, મસૂરી, ધનૌટી, ઋષિકેશ અને હરિદ્વારમાં ફરવાનું એક નવો અનુભવ તો આપે જ તેની સાથે પહાડોની ધરતીનું સૌંદર્ય, સ્થાનિક લોકોના જીવન અને આધ્યાત્મ વિશે વિચારવાની બારી પણ ઉઘાડે છે. જો કે અમારા બંને માટે સમગ્ર પ્રવાસમાં ૧૩ થી ૨૩ ડિગ્રી ઠંડીમાં ફરવું એ મોટી ઉંમરનું સાહસ હતું!!
આવા અવસરે પરિચિત વ્યક્તિઓ અને પ્રકૃતિ સાથેની કેટલીક યાદોને આ રીતે ફોટાઓમાં કંડારી હતી. આશા છે કે આટલું સંક્ષિપ્ત વર્ણન આપને પ્રવાસનો પરોક્ષ અનુભવ કરાવશે.
---------------------------------------------------------------------------------------------------------
दोस्तों,
हम में से कई लोग यात्रा करना पसंद करते हैं, लेकिन आने-जाने की परेशानी से नफरत करते हैं! हम भी इसमें शामिल हैं! लेकिन इस बार हमने हिम्मत जुटाई ही! रिश्तेदारों के स्नेह से देहरादून में पहले चार दिन 'घर' जैसा लगा। यहां सूरत के चौटा बाजार के समान 'पलटन' बाजार में अलगारी घूमने का और गुच्चुपानी (रॉबर की गुफा) में कई वर्षों के बाद फिर से ट्रेकिंग का नया अनुभव मिला!
उत्तराखंड की यात्रा के दौरान प्राकृतिक और आध्यात्मिक अनुभव का स्पर्श होता है। पहाड़ों की दुनिया किसिको डरा सकती है और दूसरों को रोमांचित भी कर सकती है! उत्तराखण्ड की राजधानी देहरादून है इसलिए विकास की सम्भावनाएँ यहाँ महसूस होती हैं, लेकिन वहाँ से जैसे-जैसे ऊँचाई बढ़ती जाती है, समस्याएँ बढ़ती जाती हैं! ठंड, ढलवांपन और कम सुविधाएं स्थानीय जीवन को प्रभावित करती हैं, इसलिए जहां कहीं बेहतर सुविधाएं होती हैं वहां लोगों के समूह दिखाई देते हैं। मसूरी, धनौती, चंबा आदि ऐसे स्थान माने जा सकते हैं।
अब बात लोकप्रिय धार्मिक स्थलों की। ऋषिकेश और हरिद्वार का मुख्य आकर्षण अविरल प्रवाहित होने वाली 'गंगा' है। भारतीय भूमि में नदियों और 'विभिन्न धर्मों' को संस्कृति का एक महत्वपूर्ण हिस्सा माना गया है, लेकिन इसके धार्मिक स्थल काफी हद तक विधर्मी और गंदे पाए गए हैं!
हालांकि सरस्वती की पूजा ऋषिकेश में ज्यादा दिखाई देती है। विभिन्न आश्रमों या भवनों में योग, संगीत, वेदांत और आयुर्वेद के पाठ्यक्रम चलाए जा रहे हैं जिनमें बड़ी संख्या में विदेशी रहते हैं। हरिद्वार में ये लोग कम ही देखने को मिलते हैं!
यहाँ आवारा गायें, लाचार साधुओं और संघर्षरत बच्चों ने मानो 'धर्म' का साथ देने के लिए अपने प्राण त्याग दिए हैं। यह सब ऋषिकेश और हरिद्वार में महसूस किया गया। इस बात को साबित करने के लिए मैंने कोई फोटो पोस्ट करना उचित नहीं समझा, क्योंकि ऐसा अनुभव लगभग सभी को होगा।
इसके लिए प्रशासन और अशिक्षित लोग समान रूप से जिम्मेदार हैं। मेरा मानना है कि बचपन से ही संस्कृति और धर्म के बारे में ठीक से शिक्षित नहीं होने पर अज्ञानता या ज्ञान की कमी धर्मांधता को पनपने देती है। इस यात्रा में हमने उल्लेखनीय लोगों को देखा है जो धर्मस्थान के आधार पर ही जी रहे थे।
ये लोग जिन्हें बुनियादी जरूरतें भी नहीं मिल पातीं वे ‘धर्मस्थल’ के सहारे जीवन व्यतीत करने लग जाते हैं! यदि अमीरों की ऐसी जगहों की यात्रा से गरीबों को रोजगार मिलता ही है, पर सम्मान भी मिलता है तो यात्रा 'मानवीय' हो जाती है। इस प्रकार, एक यात्रा का अनुभव एक व्यक्ति को अपना दृष्टिकोण (सकारात्मक या नकारात्मक!) बदलने में मदद कर सकता है।
देहरादून, मसूरी, धनौती, ऋषिकेश और हरिद्वार की यात्रा न केवल एक नया अनुभव देती है बल्कि पहाड़ी स्थल की सुंदरता, स्थानीय लोगों के जीवन और भावना के बारे में सोचने के लिए एक खिड़की खोलती है। हालाँकि हम दोनों के लिए पूरी यात्रा में 13 से 23 डिग्री की ठंड में घूमना एक बड़ा रोमांच था !!
ऐसे मौकों पर परिचित व्यक्तियों और प्रकृति के साथ कुछ यादें तस्वीरों में कैद हुईं। आशा है कि यह संक्षिप्त विवरण आपको यात्रा का एक परोक्ष अनुभव प्रदान करेगा।
Comentarios