મિત્રો,
નાનપણથી જ બાળકો અને યુવાનોમાં સામાજિક જવાબદારી અને શિષ્ટાચારની ભાવના અને સમજણ કેળવાય કે જેથી તેઓ એક સારા નાગરિક બનીને સામાજિક શાંતિ અને ઉત્કર્ષમાં પોતાનું યોગદાન આપે, તેવા હેતુથી દેશના વિવિધ રાજ્યોના પોલીસ વિભાગ દ્વારા SPC (Student Police Cadets) પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.
તેમાં બે દિવસના વિવિધલક્ષી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક વફાદારી, નિષ્ઠા અને સમર્પણ સાથે સાવચેતીના વિવિધ આયામો વિશે શિક્ષણ આપવામાં આવે છે.
ગુજરાત સરકાર અને સુરતના પોલીસ વિભાગનો પણ આ એક ખૂબ ઉપયોગી પ્રકલ્પ છે, જેમાં એક તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક મળી એ બદલ શ્રીમતી એલ.એન.બી દાળિયા શાળાનો ખૂબ ખૂબ આભાર.
સમસ્યા વિશેનું ચિંતન અને વિશ્લેષણ દ્વારા તેના કારણોની તપાસ અને ઉકેલ તરફ સામૂહિક રીતે લઈ જતી આ શૈક્ષણિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં એક અનોખો આત્મવિશ્વાસ પ્રેરે છે. આજે આ 'વેબ ચાર્ટ'ની પ્રવૃત્તિ સાથે આ કાર્યક્રમ રોચક બની રહ્યો હોવાનો સૌને અનુભવ થયો હતો. વિષય મેં પસંદ કર્યો હતો: આપણી આસપાસના સામાજિક દૂષણો.
પ્રથમ વખત જ આ પ્રવૃતિમાં જોડાનાર વિદ્યાર્થીઓની ચિંતન ક્ષમતા જુઓ. કેટલી મહત્વની સમસ્યાઓને તેઓ ઓળખી શક્યા છે તે અંતમાં જુઓ! મારી આ નવીન પદ્ધતિ આપને પણ ગમી જ હશે એવી શ્રદ્ધા છે. હું આવા ઉમદા SPC પ્રકલ્પનો હિસ્સો બન્યો તેનો આનંદ છે. નિહાળો થોડી છબીઓને-
મિત્રો,
આ પોસ્ટ જોવા અને વાંચવા બદલ આભાર. આપને આવી રોચક જાણકારી અને નવા અનુભવો માણવા હોય તો આ વેબસાઇટના સભ્ય બનો અને અન્યને પણ બનાવો. આ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો:
Comments