મિત્રો, શહેર અને ગામડાને જોડતા 'સેતુ પ્રકલ્પ' અંતર્ગત આ વખતે અમે દિવાળી વેકેશન પહેલા છઠ્ઠી ઓક્ટોબર 2023 ના રોજ ફરી અછારણ ગામની શાળાએ પહોંચ્યા.
આ વખતે ભૂતપૂર્વ વિદ્યાર્થિની ધારા શાહે નાળિયેરની કાચલીને શણગારીને દીવા સ્ટેન્ડ તથા તેના અન્ય ઉપયોગો વિશે વિદ્યાર્થીઓ પાસે પ્રવૃત્તિ કરાવી.
ત્યારબાદ ગામડાની છોકરીઓને દોઢિયા શીખવવાનું કાર્યશહેરની ત્રણ વિદ્યાર્થીની ધ્યાનિ, હીર અને વિશ્વાએ કર્યું. સાવ નવું અને
મુશ્કેલ લાગતું આ કાર્ય પણ ખુબ સરળતાથી તેઓ શીખી શકે છે તેવો અહેસાસ ગામડાની આ છોકરીઓએ અમને સૌને કરાવ્યો. જો કે સમયની મર્યાદાને કારણે શીખવાની આ ક્રિયાને આગળ વધારવાનો અવકાશ રહ્યો હતો.
સાથે સાથે દિવાળી પહેલા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટને બદલે પૌવાનુ એક-એક પેકેટ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું. વળી, ઘરે જઈને આ પૌવાની વાનગીઓ તેઓ સ્વયં બનાવે અથવા માતાને મદદરૂપ થવા બાળકોને સમજાવાયું હતું.
શહેર અને ગામડાના બાળકો વચ્ચે અંતર ઘટે અને એકમેકને સમજે એ જ સેતુ પ્રવૃત્તિનો હેતુ હોય છે. આની વિડિયો ઝાંખી જુઓ તો તમને વધુ ગમશે. નીચેની લિંક પર ક્લિક કરો અથવા કોપી કરી બ્રાઉઝરમાં પેસ્ટ કરો :
સેતુની અગાઉની પ્રવૃતિઓના વિડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો અથવા કોપી કરી બ્રાઉઝરમાં પેસ્ટ કરો:
વધુ નવું જાણવા અને શીખવા અમારી સાથે જોડાયેલા રહો: www.vpeducare.com
Comentarios