ભણવાનું બહુ ઓછાને ગમે છે, પણ સારું કમાવું બધાને ગમે છે! શું આપ પણ સારી કારકિર્દી ઇચ્છો છો? તો તે માટે તમારી પાસે ઓછામાં ઓછી બે વસ્તુઓ હોવી જોઈએ:
પ્રથમ, તમારે તમારા હૃદયને અનુસરવું. હૃદયને અનુસરવાનો અર્થ એ છે કે તમને મહત્વનું લાગે તેના પર કામ કરવું. માત્ર રૂપિયા નહીં પણ જેમાં સાથે આનંદ આવે.
બીજું, તેમાં તમારી પૂર્ણ ક્ષમતા(આવડત) હોવી જોઈએ. તેના વિના રૂપિયા અને આનંદ નહીં મળે!
આ ઉપરાંત આ બાબતો પણ ધ્યાનમાં રાખો જ.
જિજ્ઞાસુ બનો.
જિજ્ઞાસાવૃત્તિ જ કુશળતા વિકસાવવાની પ્રક્રિયાને વધુ આનંદપ્રદ બનાવે છે. આ માટે આળસ, નિષ્ફળતાનો ડર કે નિરસતાને સ્વભાવમાંથી દૂર કરો બસ!
અભિગમ વિકસાવો.
અભિગમ તમને અન્ય કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. સારી શીખવાની કુશળતા મેળવવા માટે આવશ્યક બાબત પ્રેરણા છે. જો તમને કોઈ વિષય વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે, તો તે શીખવાનું તમારા માટે ખૂબ સરળ રહે છે, ખરું?
પરિવર્તનશીલ બનો.
શીખવાની હંમેશની તત્પરતા શ્રેષ્ઠતા મેળવવા માટે જરૂરી છે. મોટાભાગના લોકો કરે તે પહેલાં પોતાને તૈયાર કરો.
ઉદાહરણ શોધો.
તમે જે બનવા માંગો છો તેના નક્કર ઉદાહરણો તમારી સમક્ષ હોય તો આગળ વધવાનું સરળ બનશે. તેથી જ તમારા રોલ મોડેલને શોધવાનું આવશ્યક છે. તે તમારી કુશળતા વિકસાવવામાં તમારે ક્યાં અને કેટલું આગળ વધવું જોઈએ તે અંગે તમને પ્રેરણા પણ આપશે.
માર્ગદર્શકો રાખો.
જો રોલ મોડેલ સાથે સીધા કનેક્ટ થઈ ન શકાય તો તેમાંથી પસાર થઈ ગયેલા લોકો સાથે કામ કરો. આવા માર્ગદર્શકો તમારા કરતા વધુ અનુભવી છે. આ લોકો તમને શું કરવું જોઈએ અને શું ન કરવું તે શીખવી શકે છે.
વાસ્તવિક મૂલ્યાંકન કરો.
તમારી કુશળતા વિકસાવવાની શ્રેષ્ઠ રીત વાસ્તવિક પ્રોજેક્ટ્સ છે. કેમ? કારણ કે વાસ્તવિક પ્રોજેક્ટ્સ જ તમને તમારી કુશળતાને વધારવા માટે ખૂબ જરૂરી પ્રતિચાર આપે છે. ખરેખર પ્રક્રિયામાં નિષ્ફળતાનો સામનો કરવો પડે, પરંતુ સફળતા માટે તે જ તમારા માટે કિંમતી પથ્થર બને છે એ યાદ રાખજો.
સૈદ્ધાંતિક શિક્ષણને ટૂંકાવો.
તમારું સૈદ્ધાંતિક ભણવાનું ઓછું, તેમ તમે તમારી કુશળતાનો વિકાસ ઝડપી કરશો! આશ્ચર્યજનક લાગે છે? કહેવાનો આશય માત્ર સૈદ્ધાંતિક શીખવામાં જ મોટાભાગનો સમય વ્યતિત ન કરતાં. આ માટે તમારા માટે આ વેબસાઇટ પરના ‘’નાના કોર્સ (Mini Courses)’’ પણ આકર્ષક બની શકે છે.
તો હવે આપ આ સંક્ષિપ્ત માહિતી દ્વારા અચૂક કૌશલ્ય વિકાસ માટે પ્રયત્નશીલ બનશો જ એવી શ્રદ્ધા છે. શુભેચ્છા.
Comentários