top of page
Writer's pictureDr.Vijay Manu Patel

ઘરેથી કામ કરો છો? તો આ જાણી લો!

છેલ્લા બે વર્ષમાં ભારતમાં કામ કરવાની એક નવી જ વ્યવસ્થા આવી છે તે વર્ક ફ્રોમ હોમની. ઘણાને માટે દૂરથી કામ કરતી વખતે કારકિર્દીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડકારજનક લાગ્યું હશે, ખરું? ખાસ કરીને કોવિડ-19 દરમિયાન, જ્યાં તમારી સાથે બાળકો, પાલતુ પ્રાણી અને ઘરના સભ્યો પણ તમારું ધ્યાન આકર્ષિત કરવા તત્પર હોય છે. સદનસીબે, ઘરેથી કામ કરવાથી તમારા વ્યાવસાયિક વિકાસને અવરોધવાની જરૂર નથી. ઘણી ભારતીય કંપનીઓએ આ પડકારજનક સમયમાં કર્મચારીઓ પાસેથી કામ લીધું અને તે પણ તેમના વ્યાવસાયિક વિકાસને અવરોધ્યા વિના. કેવી રીતે? તો તમે પણ જાણી લો આટલી વાત.

પોતાની જાહેરાત કરો!

ઘરેથી કામ કરો છો ત્યારે તમે તમારી પહોંચની બહાર વિચારી શકો છો. રોજ જે રીતે વિચારતા હોવા તેના કરતાં જુદી રીતે અને મનની બહારનું! પ્રત્યક્ષ કે વ્યક્તિગત મીટિંગ્સ વિના, તમારી સિદ્ધિઓને કેવી રીતે રજૂ કરશો તેના વિશે વિચારવું પડશે. સાથે ખાતરી કરો કે જે લોકો મહત્વપૂર્ણ છે તેઓ તમારા વર્તમાન કામ (પ્રોજેક્ટ્સ) અને સિદ્ધિઓથી વાકેફ છે? વર્ચ્યુયલ મીટિંગ્સમાં, તમારી ટીમની પ્રવૃત્તિઓ અને તમે કેવી રીતે લક્ષ્યો નક્કી કર્યા અને પૂર્ણ કર્યા તેને જણાવો. તમે તમારા મેનેજરને પ્રદર્શન સમીક્ષા કરવા અથવા અનૌપચારિક ચકાસણી માટે પણ કહી શકો છો. આ અભિગમ તમને પ્રતિસાદ મેળવવા અને તમે જેના પર કામ કરી રહ્યાં છો તેનો સારાંશ આપવા માટે પણ ઉપયોગી પુરવાર થશે.

સંપર્ક ગુમાવશો નહીં!

બીજું, રૂબરૂ મુલાકાતની કોફી કે વેફર્સ વિના સંપર્કો જાળવી રાખવા મુશ્કેલ હોય છે, ત્યારે મજબૂત વ્યાવસાયિક સંબંધો ટકાવી રાખવા ખૂબ જરૂરી બની જાય છે. જેમ જેમ કામની પ્રકૃતિ બદલાતી જાય છે તેમ, તમે તમારી જાતને કેટલાક સાથીદારો સાથે અન્ય કરતા વધુ કામ કરતા જોઈ શકો છો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે દરેક સાથે ખુલ્લી વાતચીત કરી શકતા નથી.

તેથી, અન્ય જૂથના વિચારો પર વિચાર કરવા માટે સમય ફાળવો! તમારા સહકાર્યકરો માટે તકો શોધો. આ તમારા જૂથના મનોબળ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારું બનશે. જન્મદિન કે એનિવર્સરીને વર્ચુયલ બનાવી સંવાદ અને સંપર્ક બંને જાળવી શકાય કે નહીં, બોલો?!

નવું શીખવાની તક ઝડપો!

ઘરેથી કામ કરવામાં એક નોંધપાત્ર ફાયદો એ છે કે તમારે હવે કામના સ્થળે જવાની જરૂર નથી. એક સર્વેમાં જણાયું છે કે, આનાથી દૂરથી આવતા કર્મચારીઓ પાસે વધારાનો 17 દિવસ જેટલો સમય બચ્યો હતો. જો તમને પણ આવો અનુભવ હોય તો પથારીમાં બેસીને કે વધુ ઇમેઇલ્સનો જવાબ આપીને સમયને બગાડો નહીં. તેના બદલે, તમારી જાતને વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે સમર્પિત કરો. ઑનલાઇન અભ્યાસક્રમમાં નોંધણી કરો અથવા તમને વિકાસ અને શીખવામાં મદદ કરે તેવા પોડકાસ્ટ શોધો. વધુ કારકિર્દી વિકાસ માટેના પુસ્તકો વાંચો. અને હા, શક્ય હોય તો આવા અનુભવોને બોસ અને સહકાર્યકરો સાથે વહેંચો!

સમયને સાચવો!

કોઈપણ સફળ ઉદ્યોગસાહસિક વિશે જાણશો તો તમે જોશો કે તેમની પાસે એક વસ્તુ સમાન છે, અને તે ઉત્તમ સમય વ્યવસ્થાપન કૌશલ્ય. મજબૂત સમય વ્યવસ્થાપન ક્ષમતા તમને કામના અવરોધો ઘટાડવા, તમારા કાર્ય-જીવનમાં સંતુલન સુધારવા અને પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં ખૂબ ઉપયોગી છે. તેથી જ્યારે તમને કોઈ નવું કાર્ય સોંપવામાં આવે, ત્યારે વિલંબ કરવાને બદલે તેને વહેલા પૂર્ણ કરવાની યોજના બનાવો. આ તમારી કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો કરશે.

સક્રિય બની રહો!

કોવિડ પછી દરેક કંપની ઓછા સંસાધનો સાથે વધુ કામ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તેથી એવા વિસ્તારો શોધો જ્યાં તમે વધુ નોંધપાત્ર યોગદાન આપી શકો. મતલબ સાથે સાથે વ્યવસાયિક રીતે વિકાસ કરવાની તક પણ મળે! તમે તમારા પોતાના સમયના ખર્ચે સહયોગીઓને વધુ આપવા માટે તૈયાર છો તે બતાવવા માટે સક્રિય પગલાં લો. આ અભિગમ તમને માત્ર એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ તમને પોતાને નવા ક્ષેત્રો તરફ જવા પ્રેરિત કરશે. તમારા બોસ અને સહકાર્યકરોને આ ગમશે કે તમે ઘરેથી કામ કરતી વખતે પણ વધારાનું વિચારો છો!

આમ, ઘરેથી કામ કરવાથી તમારા વ્યાવસાયિક વિકાસને અવરોધવાની જરૂર નથી મિત્રો. હંમેશાં વિકસિત રહેવાની માનસિકતાથી, તમે એવી તકોને ઉજાગર કરી શકશો જેના વિશે તમે હેતુસર વિચાર્યું ન હતું. Have a great day ahead!


પ્રિય મિત્ર,

આપ તો અમારી આ વેબસાઇટના મૂલ્યવાન સભ્ય છો જ એની ખુશી છે. પરંતુ અન્યોને પણ મુલાકાત કરાવી સભ્ય બનાવી સભ્યપદના લાભ મેળવવાનું આહ્વાન કરી શકો છો!

7 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page