top of page

જીવનમાં શા માટે ભણવું જરૂરી છે સર ?

એક વિદ્યાર્થીએ પૂછેલાં આવા પ્રશ્નના સંદર્ભમાં વિચારતાં મેં તેને આ વિચારો જણાવ્યા હતા:

1) શાળા-કોલેજમાં અપાતાં શિક્ષણનો એક હેતુ વિદ્યાર્થીને કોઇ આવડત (skill) માટે તૈયાર કરવાનો છે. જેમ કે, બી.કોમ કરવાથી હિસાબ લખવાની આવડત વિકસે, ડિપ્લોમા કરવાથી ઇજનેરી કામોમાં કુશળતા આવે વગેરે. ટૂંકમાં કહીએ તો શિક્ષણનો એક હેતુ વ્યક્તિને કોઇ આર્થિક પ્રવૃતિ માટે તૈયાર કરવાનો છે.


2) બીજો હેતુ વિદ્યાર્થીમાંથી સમજુ અને વિચારશીલ નાગરિક તૈયાર કરવાનો છે. જેમ કે સમાજવિદ્યા કે પર્યાવરણ જેવા વિષયો આવડત શીખવતા નથી, પણ જીવનમાં અનુશાસન, શિષ્ટાચાર અને સભ્યતા તરફ વ્યક્તિને જાગૃત(સભાન) રાખે છે.


3) ત્રીજો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાનો છે. ચિત્રકલા, સંગીત, નૃત્ય, ભાષા જેવા વિષયો શીખવાથી આવડત તો વધે પણ સાથે માનસિક સંતોષનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવાય છે. વ્યક્તિઓ સર્જનશીલ વિચારો થકી જ નિજાનંદ પ્રાપ્ત કરે છે.


મિત્રો, હવે આપને સમજાશે કે શિક્ષણ શા માટે આજીવન ચાલતી પ્રક્રિયા છે, અને એનું મહત્ત્વ પણ શા માટે આજીવન રહે છે. મારા એક પુસ્તક ટૂંકી ને touchy વાતનું એક પ્રકરણ અહીં મૂકું. (વાંચવા અને વસાવવા જેવું આ પુસ્તક digital સ્વરૂપે આ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.) વાંચો ત્યારે....

*******


સમયને રિવર્સ ગીયર નથી હોતું !



આરતીને તેના બોસે સ્પષ્ટ સંભળાવી દીધું હતું- 'પગાર વધારો જોઇતો હોય તો આવડ્ત કેળવો..તમને અંગ્રેજી બરાબર ફાવતું નથી, ગણ્તરીમાં મુશકેલી પડે છે...એક માત્ર અક્ષર સારા હોવાથી શુ વળે ?' બોસના ગાયા પછી ટેબલ પાસે બેઠેલી આરતીને બાર વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ આવી ગયો હતો..

વર્ગમાં તેના શિક્ષકે કહેલું કે- 'જમાનો સ્કીલ્સ (આવડતનો) છે..વાતો કરવામાં ને ફરવામાં ટાઇમ બરબાદ ન કરતાં..!' પણ એ વખતે આવી વાતો કોણ સાંભળતું હતું? આજે આરતી નિરાશ હતી. નોકરી અને ગૃહસ્થી કામકાજ સાથે હવે 'ભણવા'નો વિચાર તે અમલમાં મૂકી શકે તેવી સ્થિતિમાં જ નહોતી.

એટલે જ યાદ રાખજો, વીતેલો સમય પાછો લાવી શકાતો નથી. સમયરૂપી ગાડીને 'રિવર્સ' ગિયર હોતું નથી !


મિત્રો, શક્ય છે આ વાંચ્યા પછી આપ ઊંડા ચિંતનમાં પડ્યા હશો. આવી ઉપયોગી અને ઉત્તમ સામગ્રી વાંચતા રહેવા માટે અમારા કાયમી સભ્ય બનો એવી આશા છે. બીજાને પણ જોડવામાં નિમિત્ત બનો. નીચેની લિન્ક પર ક્લિક કરી આજે જ જોડાવો.


120 views0 comments

Comments


bottom of page