મિત્રો,
આજે તમને કોઈ ગહન કે દુ:ખી વિષયવાળા ચિંતનમાં નથી નાંખવા. તમેય કદાચ કૈંક હળવું વાંચવા ઇચ્છતા હોવ તો નવાઈ નહીં, ખરું? તો આજે તમારા માટે થોડા રમૂજી ટુચકાઓનું સંકલન કર્યું છે. વાંચો અને થાવ ત્યારે થોડા મરક મરક!!
[1]
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌની હાજરીમાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું.
પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું, જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું : ‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’ ‘એ જ કે સાહેબ, દારૂ પીવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
[2]
ઝિબ્રા ક્રોસિંગ પર આમથી તેમ ચાલી રહેલા સંતાસિંહને જોઈને બંતાસિંહે પૂછ્યું: ‘તું આમ થી તેમ ચાલી રહીને અહીં ઝિબ્રા ક્રોસિંગ પર શું કરી રહ્યો છે?’ ‘યાર, હું એ વિચારું છું કે, આ આવડો મોટો પિયાનો છે તો વાગતો કેમ નથી?’
[3]
‘તું મને ભૂલકણો કહ્યા કરતી હતી, એટલે હું બજારમાંથી ‘યાદશક્તિ વિકસાવવાની દવા’ નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.’
‘ઓહ ! આ પુસ્તક તો તમે સાતમી વખત ખરીદી લાવ્યા. અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે !’
[4]
પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી હતી કે તમે મારા માટે કંઈ ભેટસોગાદ લાવતા નથી. કે મને ક્યારેય ફરવા લઈ જતા નથી. એક દિવસ પતિને થયું કે ખરેખર મારે એની માટે કંઈ લઈ જવું જોઈએ.
એણે સાડી પેક કરાવી અને પત્ની પાસે જઈને કહ્યું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે આજે સાંજે ફરવા જઈએ…’ પત્ની : ‘હાય… હાય… આજે આ મુન્નો દાદરેથી પડી ગયો…. બેબી દાઝી ગઈ… અને એ બધુ ઓછું હતું કે તમે પાછા પીને આવ્યા !?’
[5]
પપ્પા: આખો દિવસ ટી. વી. જુએ છે.. તારી ક્લાસ ટીચરને કહી દઉં?!
દીકરી; આખો દિવસ ક્લાસ ટીચરની વાત કરો છો તે મમ્મીને કહી દઉં!!
[6]
સેલ્સમેન: આ ટૂથપેસ્ટમાં તુલસી, કપૂર, નીલગિરી, લવીંગ, વિવિધ વૃક્ષોના પાન, ફૂલો, સમિધ, ઘી વગેરે બધુ જ છે.
ગ્રાહક: એનાથી દાતણ કરવાનો છે કે મોઢામાં યજ્ઞ કરવાનો છે?!
--------++++++--------
તો વાચકો, આપ સૌને મજા પડી જ હશે અને છાનું છપનું હસ્યાં જ હશો. અમારી સાથે જોડાઓ અને બીજાને પણ જોડો. આ લિન્ક પર ક્લિક કરો:
Commenti