પુસ્તકો અને વાંચન પ્રવૃત્તિથી આજે ઘણા લોકો દૂર ફંગોળાઈ ગયા છે ત્યારે થોડા વર્ષો પહેલાની આ પ્રવૃત્તિનું ફરી સ્મરણ કર્યું છે. અમે થોડા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ શાળામાં વાંચન જૂથ (Readers Club)ની શરૂઆત કરી હતી. જેમાં અઠવાડિયે એક વખત એક કલાક સૌ સભ્યોએ ભેગા મળવાનું અને તેમાં એક-બે સભ્યો પોતે વાંચેલા પુસ્તકો વિશેની વાત કરે.
શાળામાં કરવા જેવી આ ઉત્તમ પ્રવૃત્તિ હતી અને છે. આજે એ ક્યાંક જ જીવીત હશે! તેમાંયે આકસ્મિક આવી પડેલી કોરોના મહામારીમાં તો એ સાવ વિસરાઈ ગઈ છે. પણ એટલે જ આ સ્મૃતિને ફરી જીવંત કરીને આપની સમક્ષ પ્રસ્તુત કરી છે જેથી જ્યારે ફરી અવસર આવે ત્યારે તરત તેને પુન:જીવીત કરી શકાય.
આમ તો કોઈપણ પુસ્તક જે તે વ્યક્તિઓના વિચારોનું પ્રતિબિંબ હોય છે. કરોડો લોકોમાંથી દરેકને રૂબરૂ મળવું અસંભવ છે તેથી પુસ્તક દ્વારા કોઈકના વિચારોમાં ડોકિયું કરવાની તક મળે છે. આવી તકો ક્યારેક જીવનને બદલી નાંખનારી પણ હોય છે.
નોંધ: આ વેબસાઇટ વાચકોને કોઈપણ અને ઉપયોગી મઝાના પુસ્તકોનો આસ્વાદ માટે સદા તત્પર છે. જો આપને ગમી ગયેલું અને સૌને પણ ગમે તેવું કોઈ પુસ્તક આપે વાંચ્યું હોય તો તેના વિશેની વાત 300 થી 350 શબ્દોમાં અમારા ઈમેલ પર (Contact) તમારા એક ફોટા સાથે મોકલી આપશો તો આનંદ થશે.
Comments