તરુણાવસ્થા! નામ પડે અને તરવરાટ ને રોમાંચ અનુભવાય, પણ સાથે સાથે મૂંઝવણ, આક્રોશ અને મનની વ્યથા પણ અનુભવાય. જીવનના આ તબક્કામાં એક તરફ શિખરની ટોચ આકર્ષે છે પણ જરા ગફલત થાય તો નીચે ખીણ પોતાના બાહુપાશમાં સમાવવા તૈયાર જ હોય!
આવા સમયે શિક્ષક, મા-બાપ, પ્રેરક મિત્રો કે વડીલોનો સથવારો જ નાવિક બનીને નાવને સંતુલિત કરી શકે છે. આ વાતને થોડા વર્ષો પહેલા અમારી શાળાના ધોરણ 11-12 ના કેટલાક અનોખા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે ટૂંકી ફિલ્મ દ્વારા કંડારી હતી.
મારું સદભાગ્ય હતું કે હું એમાં પ્રેરક વ્યક્તિત્વનો કિરદાર બન્યો. મેં શિક્ષક તરીકેની ભૂમિકા કેવી નિભાવી એ તો તમે નક્કી કરજો, પણ ફિલ્મના કસબીઓને માટે પણ તાળીઓ પાડજો.
અભ્યાસમાં સાવ સામાન્ય એવા એક વિદ્યાર્થીની હતાશાને આત્મવિશ્વાસ અને સફળતામાં ફેરવતી આ ટૂંકી ફિલ્મ જોવા માટે નીચેની લિન્ક પર અચૂક ક્લિક કરશો.
આપ ઈચ્છો તો પ્રતિભાવ આપશો, આનંદ થશે!
Comments