એક સર્વેક્ષણમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે બાળકો રોજ નિયમિત રીતે રમતા હોય છે તેઓનું ગણિત સારું હોય છે. આવું જેમના વાંચવામાં આવ્યું હતું એવા નવમા ધોરણના એક વિદ્યાર્થીએ આવીને મને કહ્યું હતું કે,‘સર, મારા ઘરે આવીને મારા ઘરવાળાઓને સમજાવોને!!’ મને થોડું આશ્ચર્ય થયુંહતું એટલે મેં પ્રશ્ન કર્યો હતો,‘શાના માટે?’ પછી એને મને કોઈ સામયિકમાં વાંચેલી ઉપરની વાત જણાવી. એ માહિતી કોણે, અને કયા સંદર્ભમાં રજૂ કરી હતી તેની ફિકરમાં પડ્યા વિના મેં આશ્વાસન આપીને વિદાય કર્યો હતો.
સંતાનના ભણતરની ચિંતા છે? આ વાંચો!
Updated: Jan 21, 2022
Comments