જીવન તમને કેવું લાગે છે? આવો પ્રશ્ન કોઈ શૈશવને પૂછો તો ‘મજા જ મજા!’ એમ કહેશે. કોઈ યુવાનને પૂછો તો મોટેભાગે ‘જક્કાસ!’ એમ કહેશે, અને કોઈ વડીલને પૂછો તો કદાચ ‘ભક્તિમાં લીન થવા જેવું!’ એવો જવાબ મળે. મતલબ, વય જૂથ મુજબ દરેક વ્યક્તિ જીવનને જુદી જુદી રીતે મૂલવે છે! આ સાચું કે ખોટું એ બાબતમાં બિલકુલ પડવા જેવું નથી. કેમ કે, જીવન કોઈ પૂતળું (Statue) નથી કે તેને તમે કોઈ નામ આપો, એ તો વહેતા પાણી જેવું છે તેથી તેને ઝરણું જ કહેવું જોઈએ. ક્યાંક અથડાય, ક્યાંક ધીમુ પડે, ક્યાંક પોતાનો અવાજ વધારે, તો કયારેક મૌન થઈ જાય!
top of page
bottom of page