શિક્ષણ એ સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ પણ છે અને નવનિર્માણનું સાધન પણ ખરું. માત્ર ત્રણ અક્ષરના શબ્દ ‘શિક્ષણ’નું સ્વરૂપ
કનૈયાના વિરાટ દર્શન જેવું છે, છતાં તેમાં ભણાવવા અને મૂલવવાની ક્રિયાઓ મુખ્ય છે. આ બંને સાથે પુસ્તકનાં લેખક અભિન્ન રીતે જોડાયેલા
છે.
વળી, સરકાર અને વાલીઓને કામગીરીને પણ અવગણી શકાય તેમ નથી. આ પુસ્તક વિદ્યાર્થી શિક્ષક અને સમાજ સાથે સંકળાયેલા
જુદા જુદા વિષયોનું તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કરે છે. અસરકારક વર્ગખંડ શિક્ષણ, જાતીય શિક્ષણનો અભિગમ, જાહેર વર્તનની કેળવણી, શિક્ષણ
વિભૂતિઓ અને ભવિષ્યના શિક્ષણ દર્શન જેવી વાતોને લેખકે સંક્ષિપ્ત છતાં મુદ્દાસર રજૂ કરી છે. શિક્ષણ જગતનું આવકારદાયક પુસ્તક!
એજ્યુકેશનાય નમઃ
₹59.00Price