top of page

નવી પેઢીના યુવક-યુવતીઓને ઓછા શબ્દોમાં સારા વ્યવહારનો મર્મ સમજાવતું આ પુસ્તક ધૂપસળીની
ગરજ સારે છે. વ્યક્તિત્વ વિકાસના પ્રકાશિત થતાં અનેક પુસ્તકોમાં આ પુસ્તક એક નવીન ભાત પાડનારૂ છે.
ઝડપી જીવનશૈલીમાં લોકો પાસે લાંબુ વાંચવાનો સમય નથી એવી ફરિયાદો વચ્ચે લેખકે ટચૂકડાં ઉદાહરણો
એ રીતે આલેખ્યા છે કે આ પુસ્તક ગમે ત્યારે ગમે ત્યાં વાંચી કે મમળાવી શકાય. નાની વાતોમાં જીવનની ફિલસુફી
વણી લેવાથી આ પુસ્તક મુઠ્ઠીમાં આકાશ જેવું બન્યું છે. તેમાં રજુ થયેલા પ્રસંગો કોઈ ઉપદેશની રીતે નહીં, પણ
ઉપમાઓ થકી વાચકને જોડે છે. ક્યાંક શિખામણ, ક્યાંક સંદેશ અને ક્યાંક આપણી ફરિયાદોનું સીધું સમાધાન આપનારા આ પુસ્તકની ભાષા એટલી સરળ છે કે એ સૌ કોઈને આકર્ષી શકવા સક્ષમ છે. આ પુસ્તકની વિડિયો શ્રેણી પણ લેખકે બનાવી છે. એક મૂલ્યવાન પુસ્તક!

Tunki ne Touchy Vaat

₹69.00Price
    bottom of page