top of page

આવનારી પેઢી સાવધાન!

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Dec 25, 2021
  • 1 min read

ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાનાં ભારતને યાદ કરું છું તો મને ગામડાની સ્ત્રીઓનું ‘ઘમ્મર વલોણું’ યાદ આવે છે. મોટા માટલામાં લાંબા વાંસ નીચે લાકડાનું એક ચક્કર લગાડેલું હોય અને પછી સામસામે બે સ્ત્રીઓ વાંસ પર વીંટાળેલી દોરી ખેંચીને દહીં-છાશ વલોવીને માખણ કાઢવાનું કામ કરતી. હવે એ પેઢી દૂર થઈને નવી સ્ત્રીઓનો જમાનો આવ્યો છે. તેમના હાથમાં ઘમ્મર વલોણું નથી, પણ ઇલેક્ટ્રીક બ્લેન્ડર(આધુનિક વલોણું) આવી ગયું છે! તેમના છોકરાઓ હવે કાપડનાં ચીથરામાંથી બનાવેલ દડી કે ભમરડા, ગિલ્લીદંડા રમતાં નથી, તેઓ તો રમે છે બેટરીથી ચાલતાં સ્વયં સંચાલિત ઈલેક્ટ્રોનિક રમકડાં!!

પણ હવે, વિશ્વમાં અને દેશમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં જે ઝડપથી કમ્પ્યુટર, મોબાઈલ અને ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ રમકડાં વગેરેનો જે ઝડપથી વપરાશ વધ્યો છે તે જોતાં તેનો ભંગાર કે કચરાના નિકાલની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. કેમ કે આવી વસ્તુઓમાં ઝેરી ધાતુઓ ઉપરાંત કેડિયમ, સીસુ, પારો, આર્સેનિક જેવા ભયાનક રસાયણો મોજૂદ હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન ઇ-કચરો સર્જાય છે. હજી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેટલા વધશે તેટલો આ કચરો વધતો જ જશે

આપ નવી પેઢીના વાચક હોવ તો તમારી આ ચિંતા માટે આપ શું નક્કર સમાધાન વિચારો છો? કે માત્ર save water, save power ની જેમ save E-wasteના નારા લગાવીને બેસી રહેશો? સમય તમારો હશે, મુશ્કેલી પણ તમારી જ હશે...તો પછી ઘડીક વિચારો અને તેને લખીને વહેંચોને?!


હાશ! માણસ ઊડી નથી શકતો,

નહિતર પૃથ્વીની સાથે

આકાશને પણ બગાડી મુકતે!

-હેનરી ડેવિડ થોરો



ઓનલાઈન કોર્સિસ, પુસ્તકો અને અદભૂત લેખોનો ખજાનો!

નવું જાણવા અને શીખવા માટે સભ્ય બનો, આજે જ. ક્લિક કરો આ લિન્ક પર:

 
 
 

Comments


bottom of page