ચતુર કે ઈન્ટેલિજન્ટ હોવા માટે કઈ કઈ બાબતો અનિવાર્ય છે?
- Dr.Vijay Manu Patel
- Sep 14, 2020
- 1 min read
ચતુર થવું કોને ન ગમે? જમાનો જ ચતુર રહેવાનો છે ને? તો પહેલા એ જાણી લો કે એને માટે કઈ કાબેલિયત કેળવવી પડે. જાણી લો બે મિનિટમાં! :
પહેલી ક્ષમતા હોય છે ભાષાની સમજ અને રજુઆતની. જેમાં શબ્દ-ભંડોળ, વાક્યો અને તેમાં છુપાયેલા અર્થને ઓળખવાની કાબેલિયત.
બીજી હોય છે તાર્કિક-ગણિતીય ક્ષમતા, જેમાં આંકડાઓની ગોઠવણી અને તેની રજૂઆત પરથી તેનું અર્થઘટન તારવવાની ક્ષમતા.

ત્રીજી ક્ષમતા છે આકૃતિઓની ગોઠવણી કે તેને બદલવાની કુશળતા. ખાસ કરીને પાયલોટ અને ચિત્રકારોમાં આ કાબેલિયત વધારે હોય છે.
ચોથી છે શરીરના સ્પર્શ કે હલનચલનની કુશળતા જેની જિમ્નાસ્ટિક કે ડાન્સ જેવી પ્રવૃત્તિમાં ઘણી ઉપયોગીતા હોય છે.
પાંચમી આવે છે પોતાની લાગણીને સમજવાની અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા. તેવી જ રીતે બીજી વ્યક્તિઓની જરૂરિયાતો અને ભાવનાઓને સમજવા માટેની કુશળતા પણ તેમાં સમાવિષ્ટ છે.
અને છઠ્ઠી, જે પ્રાકૃતિક ચીજવસ્તુઓ છે એની સાથેનો લગાવ કે તેને ઓળખવાની ક્ષમતા. આને નેચર ઇન્ટેલિજન્સ કહી શકાય. આવા લોકો વનસ્પતિ કે પ્રાણીશાસ્ત્ર સાથે વધુ સંકળાયેલા હોય છે.
Comments