શાળાના વેકેશન પહેલા ઇન્ફર્મેશન ટેકનોલોજી આધારિત પ્રદર્શનની સાથે સાથે વર્ગખંડ સુશોભનનુ આયોજન હોય અને તેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મળે તો દિવાળી આનંદમય થઈ ગઈ સમજો.
સુરતની અડાજણ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય દ્વારા Technoledgica-2023નુ આયોજન કરવામાં આવ્યું હતું, અને તેના ઉદઘાટન તથા સંબોધનનો અવસર મને પ્રાપ્ત થયો હતો. સાતમી નવેમ્બરના ૨૦૨૩ના રોજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ આયોજન હતું. મારી સાથે અતિથિ તરીકે પૂર્વ ACP શ્રી જે.એમ. પટેલનું સાંનિધ્ય પણ હતું.
અહીં વિજ્ઞાન અને કલાનો સમન્વય સાધતા આ કાર્યક્રમમાં એક તરફ વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંબંધિત અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તો બીજી તરફ થીમ આધારિત વર્ગ સુશોભન હતું. આનંદના આ અવસરની ક્ષણોને આપ રજૂ કરેલ ચિત્રોમાં પણ જોઈ શકો છો.
શિક્ષણનું મૂળ કામ વિદ્યાર્થીને વિચારવા માટેની તકો સર્જવાનું છે એ સંદર્ભમાં આ પ્રવૃત્તિઓ તેમાં સહાયક બને છે. તેથી શાળાનું આ આયોજન નોંધપાત્ર બની રહે છે. માનવીય અને હૂંફાળા અભિગમ સાથેની નેતૃત્વ ટીમને તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન!!
વધુ નવું જાણવા અને શીખવા અમારી સાથે જોડાયેલા રહો: www.vpeducare.com
Comments